STORYMIRROR

ચૈતન્ય જોષી

Classics

4  

ચૈતન્ય જોષી

Classics

શબ્દ

શબ્દ

1 min
356

શબ્દોને શણગાર્યા પછી ગમે.

અર્થોને વિસ્તાર્યા પછી ગમે.


શબ્દ અર્થની ઘટમાળ મધ્યે,

રચનામાં ભાવ ભર્યા પછી ગમે.


શબ્દ એ બ્રહ્મ છે નૈ નાનો-સૂનો,

કોઈ સુપાત્રને ધર્યા પછી ગમે.


ના વેડફો શબ્દોને કદીએ તમે,

સંગીતે એ ઉચ્ચાર્યા પછી ગમે.


શબ્દ બની શારદા વસનારો છે,

અંતરમાં એને ઊતાર્યા પછી ગમે.


શબ્દે રામાયણ ને મહાભારત,

પરાવાણીમાં ઢાળ્યા પછી ગમે.


શબ્દે 'વાલિયો' 'વાલ્મીકી થઈ જતો,

શબ્દની તાકાત વિચાર્યા પછી ગમે.


શબ્દે 'રામબોલા' 'તુલસી' થનારો,

અસ્તિત્વ એનું સ્વીકાર્યા પછી ગમે.


નીકળી જીહ્વાથી ઉર સુધી જનારો,

અતીતના વેણ સંભાર્યા પછી ગમે.


શબ્દે સત્વ, રજસને તમસ વસે,

સત્વ મુખે આવકાર્યા પછી ગમે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics