STORYMIRROR

Vanaliya Chetankumar

Drama

3  

Vanaliya Chetankumar

Drama

શબ્દ એક બોલો

શબ્દ એક બોલો

1 min
330

શબ્દ એક બોલો ત્યાં વિચાર નીકળે,

ઝરણું એક પકડો ત્યાં નદી નીકળે,


મન એક મૂકો ત્યાં મનોબળ છલકે

ધરતીને સાચવો તો ધન્યતા નીકળે,


મહેનતને વાવો તો માયા થઈને ઊગે

સંસ્કારને સાચવો તો સંસ્કૃતિ બનીને ખીલે,


કળા એક આપો તો કારીગર બનીને આવે

કવિતા એક આપો તો કવિ થઈને વાંચે,


પવિત્રતા એક વાવો તો પ્રગતિ થઈએ ઊગે

સરિતા એક સાચવો તો અમૃત થઈએ વહે,


જીવનને એક જીવો તો જીવનની જ્યોત પ્રગટે

જીવનને જીવીને બતાવો તો જિંદગી થઈને વસે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama