STORYMIRROR

Shaurya Parmar

Inspirational

4  

Shaurya Parmar

Inspirational

સગપણ

સગપણ

1 min
394


મારે તો આજ સાથે સગપણ,

નક્કી કાલે નથી થવાનું કંઈપણ,


કાલે કાલે કરતાં કરતાં ઉંમર ગઈ,

તરૂણા,જવાની અને બાળપણ,


કાલના આયોજનમાં આજ ભુલાતી,

એના કરતાં સારા કે રહીએ અભણ,


ક્યારે જવાનું થાય, કંઈ નક્કી નહી,

જાણે ક્યારે થઈ જાય રમણભમણ,


જીવી લઈએ આજે જ, હમણાં જ, હાલ જ,

એના માટે ભલેને ના હોય કોઈ કારણ,


મારે તો આજ સાથે સગપણ,

નક્કી કાલે નથી થવાનું કંઈપણ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational