સેફ-સેવ
સેફ-સેવ
આવ-જા ના કરો, આપ ઘર પર રહો,
આપ છો તો જ છે ને સગા હે કહો ?
સાવ થોડો સમય જાતને સાચવો
આવશે છીંક કદિ તો તરત નાસ લો,
શ્વાસ લો તો ભલા સોહમી શ્વાસ લો
આવશે ના નજીક કોરના કાંઠલો,
જો સમયસર તમે તેમનાં ડોઝ લો
તો તરત થઈ જશો ગામના બોઝ લો,
સાવ એકજ નહિ કે બધાં ડોઝ લો
આપણે જ કરી તેની છે ખોજ લો,
જાતને જાણશો જિંદગી આણશો
જો નહીં તો પછી ખોફ-ડર અણશો !
આવ-જા ના કરો આપ ઘર પર રહો
આપ છો તોજ છે ને સગા હે કહો ?
