STORYMIRROR

amita shukla

Inspirational

4  

amita shukla

Inspirational

સબંધો મધુર

સબંધો મધુર

1 min
226

દિલનાં તારથી જોડાયેલ સબંધો,

તારનાં તૂટવાથી પણ, સબંધો મધુર રહે છે.


થોડી ખારાશ, થોડી મીઠાશ, થોડી ખટાશ,

ચટપટા સ્વાદ સંગ, સબંધો મધુર રહે છે.


વાદો સંગ જીવન નૈયા ડગમગે જ્યારે,

હું છું ને મીઠા બોલથી, સબંધો મધુર રહે છે.


સંબંધોને ઉછેરવા પડે છે લાગણીઓ સીંચી,

મનગમતું જતું કરવુ પડે, સબંધો મધુર રહે છે.


હાથ છૂટે, સાથ ન છૂટે, યાદોનો ગાઢ સંબંધ,

શબ્દોની માળામાં પરોવાયેલા, સબંધો મધુર રહે છે.


પ્રેમની રેખા પર રાહ તાકતા સ્વજનોનો મેળો,

સરવાળા, ગુણાકારનાં, સબંધો મધુર રહે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational