STORYMIRROR

Margi Patel

Romance Inspirational

4  

Margi Patel

Romance Inspirational

સબંધનનો પુનઃજન્મ

સબંધનનો પુનઃજન્મ

1 min
426

ચાલને, આપણા વચ્ચેના ભુલાવીએ મનમુટાવ હવે,

તૂટેલા ઘરને ફરીથી સ્વપ્નથી સજાવીએ આપણે હવે...


થોડું હું સમજુ, થોડું તું છોડી દેજે મારી ભૂલો,

ફરીથી રંગાઈએ પ્રેમ રંગના સપ્તપદીમાં આપણે...


નથી આપવો મારે તારા ભાગનો આપણાં સંતાનને પ્રેમ,

તું પણ સાથે મળીને અનુભૂતિ કરાયને એને પિતાના પ્રેમની,


ચાલને, આપણા અહંમ ને ગુસ્સાને ખંખેરી લઈએ સબંધમાં,

એકબીજાને દુઃખ વગર કોશિશની નવી માળા બાંધીએ સબંધમાં...


ચાલને, એક શ્રેષ્ઠ અભિનય ભજવી લઈએ આ જીવનમાં,

દીકરી સામે શ્રેષ્ઠ માતા-પિતાની ભૂમિકા ભજવી લઈએ આ જીવનમાં..


ખુલાસાની ક્યાં જરૂર છે એકબીજા પર વિશ્વાસ કરવા માટે હવે,

અધવચ્ચે નહીં પરંતુ છેલ્લે શ્વાસ સુધી નિભાવીએ આ સબંધ હવે...


ચાલને, આજે ફરીથી એક વચન લઈને નિભાવીએ સાથે મળીને,

મૌનની જગ્યાએ શબ્દોથી સબંધની ગાંઠ ખોલીશું સાથે મળીને.. 


Rate this content
Log in

Similar gujarati poem from Romance