STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

સૌથી સુંદર છે ઈશ્વરની પ્રકૃતિ

સૌથી સુંદર છે ઈશ્વરની પ્રકૃતિ

1 min
315

હે ! ઈશ્વર કેવી સર્જી તે પ્રકૃતિ ન્યારી !

હું તારા સર્જન પર જાઉં વારી વારી.


આ તારી બેનમૂન આહલાદક પ્રકૃતિમાં,

કેવી છે ! ચુંબકીય અસર !

આ ઉચા ઉચા પહાડો જાણે !

કોઈ દુલ્હનના ખૂબસૂરત ચહેરા પર,

કોઈની નજર ના લાગે એ કાજે કરેલા, 

ટપકા જેવો સોહામણો લાગે.


આ ખળ ખળ વહેતા ઝરણા,

જાણે કોઈ ! રૂપસુંદરીના પાયલના રણકાર જેવા લાગે.

આ ધીરગંભીર નદી જાણે !

પ્રિયતમને મળવા જતી પરિણીતા જેવી લાગે.


કઈ કેટલુય જીવન જ્ઞાન આપી જાય,

આ પ્રકૃતિ જાણે ! એક તત્વચિંતક જેવી લાગે.

કુદરતના સાનિધ્યમાં રૂહને મળે ચેન સુકુન,

જાણે ! આ પ્રકૃતિ પાવન પવિત્ર સંત જેવી લાગે.


ઉદાસી, દુઃખ,હતાશા, ગમ ને નિરાશા,

તો ક્યાંય અલોપ થઈ જાય,

આ પ્રકૃતિ જાણે ! જાદુઈ છડી લાગે.


ફળ, ફૂલ, ઉત્સાહ, આનંદ, ખુશીની લ્હાણી કરતી પ્રકૃતિ,

જાણે ! મોટી દાનવીર લાગે,

જીવન જીવવાની જડી બુટ્ટી આપતી,

પ્રકૃતિજાણે !પથ દર્શક લાગે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational