સૈનિક
સૈનિક
હું છું સૈનિક મારા દેશનો, હું છું નાગરિક મારા દેશનો,
બની સૈનિક કરું હું રક્ષા દેશની, કરું પ્રાણ ન્યોછાવર હું દેશ માટે,
બની ડૉકટર કરું હું રક્ષા સ્વાથ્યની, ચિંતિત રહું કાયમ દેશ માટે,
હું છું સૈનિક મારા દેશનો,
બની શિક્ષક હું સમાજ ને ચિંધતો, સાચો માર્ગ દેશહિત માટે,
બની ઇજનેર હું ઇતિહાસ રચું, બનાવી ભવ્ય ઈમારત દેશ માટે,
હું છું સૈનિક મારા દેશનો,
બની વૈજ્ઞાનિક હું કરતો નવી શોધખોળ, ઉદ્યમ કરું દેશ માટે,
બની પાઇલટ હું કરાવું હવાઈ સફર, દેશનાં નાગરિકો માટે,
હું છું સૈનિક મારા દેશનો,
બની હું પ્રમાણિક અફસર કરું મદદ દેશનાં નાગરિકોની,
બની હું સારો વકીલ કરું મદદ દેશનાં સાચા નાગરિકોની,
હું છું સૈનિક મારા દેશનો,
બની હું સફાઈકર્મી સાફ કરું ગલીઓ-ગામ, સ્વચ્છ રાખું દેશને,
બની હું સારો નાગરિક, બનું સાચો સૈનિક આગળ લાવવા દેશને,
હું છું સૈનિક મારા દેશનો.