STORYMIRROR

ચૈતન્ય જોષી

Tragedy

4  

ચૈતન્ય જોષી

Tragedy

સારવાર કરો

સારવાર કરો

1 min
140

આ ધબકતા હૃદયની કોઈ સારવાર કરો.

આ સરકતા સમયની કોઈ સારવાર કરો.


વહે છે રક્ત એમાંથી શબ્દો બનીબનીને,

આ પ્રેમપૂર્ણ આશયની કોઈ સારવાર કરો.


સમયે સમયે બદલાવ આવે છે જીવનમાં,

આ મલકતાં ઓષ્ટદ્વયની કોઈ સારવાર કરો.


સમયે અને હૃદયનો સંગાથ છે કાયમી સદા, 

કોમળને જાણે કે મલયની કોઈ સારવાર કરો.


અવિરત ધબકે, ટપકે, સ્પંદનો હો નિરંતરને, 

રક્ષવા કદી એને ઊભયની કોઈ સારવાર કરો.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy