STORYMIRROR

Zala Rami

Inspirational

4  

Zala Rami

Inspirational

સારું છે

સારું છે

1 min
560

ત્યાગ કરવો હોય તો પોતાના અવગુણોનો કરો,

ભાવતી વસ્તુ ત્યાગી મન એમાં,

રાખવા કરતા  સારુ છે, 


જોવું હોય તો બીજાની ખૂબીઓ જુઓ,

ખામીઓ જોઈ જીવ બાળવા કરતા સારુ છે,


સાંભળવું હોય તો સારા વક્તાઓને સાંભળો

નિંદાકૂથલી સાંભળવાથી,

પાપ વધે અને મન અશાંત થાય,


ખાવુ જ હોય તો સાત્વિક આહાર કરો,

ફાસ્ટફૂડ ખાઈ બીમાર પડવા કરતા સારુ છે,


માન આપવું જ હોઈ તો માવતરને આપો,

પૈસાદારનાં પગ પકડી,

અપમાન સહવા કરતા સારુ છે,

રડવું હોય તો પરમાત્માની યાદમાં રડો,

 પાડોશીની ટકટકથી રડવા કરતા સારુ છે,


હસવું છે તો પ્રભુની યાદમાં હસો,

કોઈની મશ્કરી કરવા કરતા સારુ છે,


પીવું હોય તો નાળિયેર પીવો,

વિદેશી કોકોકોલા કરતા સારુ છે,


દાન આપવું હોય તો સારી વાણીનું આપો,

બીજાને ખોટી આદત પાડવા કરતા સારુ છે,


જીવવું જ હોય તો પોતાના સ્વભાવમાં જીવો,

  કોઈના પ્રભાવમાં જીવવા કરતા સારુ છે,


જે મળે તે ભાવથી વાપરો,

અભાવમાં બળવા કરતા સારુ છે,


જીવી જાઓ દિલ ખોલીને,

તડપી તડપી મરવા કરતા સારુ છે,


દૂખ લાગે તો સામી છાતીએ કહો,

જાતે જીવ બાળવા કરતા સારુ છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational