STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

3  

ચૈતન્ય જોષી

Inspirational

સામીપ્ય

સામીપ્ય

1 min
245

હું હરિથી વિખૂટો ના પડું કદી,

છોને વીતતી જાય સદીને સદી,


હરિ મારા અંતરે સદા બિરાજે

હૈયું આનંદ સદૈવ નૂતન સાજે,

જીવનમાં આવે જાણે કે વદી..હું હરિથી,


હરખ મારે હરિવર હો સંગાથે,

વાણી મારી શબ્દે શબ્દે પ્રાર્થે,

એને પામવા બની જાઉં જિદી..હું હરિથી,


સાચા સ્નેહી બસ હરિ જ મારે,

ભવસાગરથી મુજને જે ઉગારે,

દોડું જાણે કે સાગર જોઈને નદી..હું હરિથી,


ના ગણજો એ આયુષમાં મારા,

તુજવિણ વીત્યા દિવસો આકરા,

રખેને હોય કોઈ વસ્તુ ગણાય રદી..હું હરિથી,


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational