Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

nayana Shah

Abstract Tragedy

3  

nayana Shah

Abstract Tragedy

સાગરનાં નીર

સાગરનાં નીર

7 mins
24


"નીમા બેટા, કાલે મારો પલંગ ભગવાનના મંદિરનો જે રૂમ છે ત્યાં મૂકી દેજે. હું ત્યાં જ સૂઈ રહીશ. હવે જિંદગીના થાેડા દિવસો રહ્યા છે. જે હું ભગવાન સમક્ષ વીતાવવા માગું છું. " " આંટી તમે આવી નિરાશાવાદી વાતો કરશો તો હું અહીંથી જતી રહીશ. તમે જરૂર સાજા થઈ જશો. ભગવાન પર ભરોસો રાખો. " " નીમા,માણસો ભરોસો મૂકવામાં કેટલી થાપ ખાય છે એ વાત મારા સિવાય બીજું કોણ સમજી શકે ?" નીમાની આંખમાં આંસુ આવી ગયા હતા. આમ તો એ આ ઘરની ' કેરટેકર ' હતી. એટલે કે એનું સ્થાન એક કામદાર અને શેઠ વચ્ચેનું હોય એવું જ હતું. પણ એ આ ઘરમાં ક્યારે આ ઘરની સભ્ય બની ગઈ એ તો એને પણ ખબર ના પડી. અને સ્નેહના સાગર સમાન પથારીવશ થયેલાં જ્યોતિબેનને પણ ક્યાં ખબર પડેલી ? હવે નીમા કંઈ એ ઘરની કેરટેકર રહી ન હતી. એ તો જાણે કે જ્યોતિબેનની દીકરી બની ગઈ હતી. ઘણી વાર જ્યોતિબેન કહેતા ,"નીમા, તેં મારા જીવનમાં પ્રવેશીને મારી દીકરીની ખોટ પૂરી કરી. હું આવતા જન્મે પણ માત્ર અને માત્ર દીકરી જ માંગીશ અને એને ભરપૂર સંસ્કાર આપીશ કે એ પારકે ઘેર જઈ કોઈની જિંદગી ના બગાડે. " "આંટી ,હવે તમે વાતો ઓછી કરો અને આરામ વધુ કરો. જુઓ તમે આટલું બોલ્યા એમાં તમને શ્વાસ ચડી ગયો. જિંદગીની સુખદપળોનું સ્મરણ કરતાં કરતાં ઈશ્વરનું નામ લો. તમારી બીમારી ગાયબ થઈ જશે. " " નીમા, મને ખોટા આશ્વાસન આપવાનું બંધ કર. મને ખબર છે કે મને છેલ્લા સ્ટેજનું કેન્સર છે અને મને એ પણ ખબર છે એ ડોક્ટરે રજા આપતી વખતે કહેલું ," તમે ઘેર લઈ જાવ. થાય એટલી ચાકરી કરો હવે કંઈ થઈ શકે એમ નથી. માટે મને આશ્વાસન ના આપીશ. મેં વાસ્તવિકતા સ્વીકારી લીધી છે. મને ચિંતા માત્ર તારા અંકલની છે. એમનું શું થશે ? " " આંટી હવે તમે બોલશો તો હું જતી રહીશ. આમ તો તમે કહો છો કે તું મારી દીકરી છું તો માની સેવા જે કરે એ એના બાપની સેવા પણ કરે. " " મને વચન આપ કે તું તારા અંકલની સંભાળ રાખીશ. અને મેં તારા અંકલ પાસે પણ વચન લીધું છે કે એ અમેરિકા નહીં જાય અને મારા મૃત્યુના સમાચાર મારા દીકરાને નહીં આપે. "

બીજા દિવસે જ્યોતિબેનનો પલંગ ભગવાનના રૂમમાં ભગવાનની મૂર્તિ સમક્ષ નીમાએ મૂકી દીધો. જ્યોતિબેન ભગવાન સામે જોઈ રહ્યા હતા. ભગવાનને કહી રહ્યા હતા ," ભગવાન આવતા જન્મે મને દીકરો ના આપતા. " એમને એ દિવસ બરાબર યાદ હતો કે જ્યારે અમર આગળ ભણવા માટે અમેરિકા ગયો હતો. ત્યાં પણ એ હંમેશ પ્રથમ રહેતો હતો. હોંશિયાર તો એ હતો જ તેથી તો અમેરિકામાં ભણ્યા બાદ તરત નોકરી મળી ગઇ. અને પછી તો એને કહી દીધું, " મમ્મી, હવે હું અહીં જ સ્થાયી થઈ જઈશ. તમે પણ અમદાવાદનું ઘર વેચીને અમેરિકા આવતા રહેજો. બસ બે ચાર વર્ષમા તો હું ઘણા પૈસા કમાઈ લઈશ. આપણે શાંતિથી જીવીશું. " જ્યોતિબેન પણ બધામાં જેવા હતા. એમને તો દીકરો પરણવાના કેટલા હોંશ હતા ! તેથી તે કહેતા, " બેટા, પહેલા તારા લગ્ન થઈ જાય પછી અમે આવીશું. અમે વહુના હાથની ગરમાગરમ રસોઈ જમીને સંતોષનો ઓડકાર ખાઈશું. "બસ તું અમેરિકાથી અમદાવાદ આવી જા. એક એક કરતા તને ચઢિયાતી છોકરીઓ બતાવીશું. મરતાં પહેલા તારા દીકરા-દીકરીઓને રમાડવા છે. "

જ્યારે અમરનું અમદાવાદ આવવાનું નક્કી થયું કે જ્યોતિબેને લાગતા વળગતાને સારી છાેકરી બતાવવા ભલામણ કરવા માંડી. પણ કોઈ છોકરી એમના મનમાં વસતી ન હતી. છેવટે સમાચારપત્રોમાં જાહેરાત આપી. અમેરિકાથી આવનાર મૂરતિયાઓ માટે સામાન્ય રીતે છોકરીના માબાપ પડાપડી કરતા જ હોય છે. થોડી ઘણી છોકરીઓ દીકરાના આવતા પહેલા એમને પસંદ કરી રાખેલી. એમાંય એક અબજોપતિની દીકરી કૃતિકા એમને વધુ પસંદ હતી. કારણ કૃતિકાના મા-બાપે પૈસાની ચમક દમક વધુ બતાવી હતી. હા, જે ના હોય એનો પણ દંભ કરી શકવાની આવડત માત્ર પૈસાદાર વેપારીઓની હોય, વેપારી હોવાના કારણે નુકસાની માલ પણ સરળતાથી ગ્રાહકાેને ભટકાડવાની આવડત હોય છે. એ જ આવડત સંસારમાં પણ એમને કામ લાગે છે. સંસ્કાર વગરની દીકરી પણ સંસાર સાગરમાં સહેલાઈથી ભટકાડી દેવાની આવડત ને તો આ બધું આભારી હતું. અમરે અમેરિકાથી આવી ને કહી દીધું કે, " મમ્મી, પપ્પા તમને જે છોકરી પસંદ હોય એ મને પણ પસંદ છે એવું માની લેજો. કારણ સંસારમાં મા-બાપથી વધુ હિતેચ્છુ કાેઈ હાેઈ જ ન શકે." ત્યારબાદ કૃતિકા અને અમરના ધામધૂમથી લગ્ન થયા. લગ્નમાં લાખો રૂપિયાનો ખર્ચ કૃતિકાના ઘરના કરી ચૂક્યા હતા. સાસરી પક્ષના દરેકને વિદાય વખતે ચાંદીના સિક્કા આપ્યા હતા. સમાજમાં અમરની વાહ...વાહ...થઈ ગઈ. લગ્ન બાદ અમર અને કૃતિકા ફરવા ગયા અને આવીને તરત અમર અમેરિકા જતો રહ્યો. અમરના મમ્મી ઈચ્છતા હતા કે કૃતિકા અમેરિકા જતા પહેલા એમની પાસે રહે અને કૃતિકાને સાસરીમાં રહેવું પસંદ ન હતું. જો કે એના મા -બાપે તો અમરના મા -બાપ ને મળીને કહી દીધું ," અમે અમારી દીકરીને અમેરિકા જતા સુધી અમારી પાસે જ રાખીશું. અહીં આવતી જતી રહેશે. પરંતુ ત્યાં ગયા પછી ક્યારે પાછી આવે એ શું ખબર ? તમે તો ત્યાં જવાના જ છો. તેથી તમે સાથે રહી શકશો. "

ત્યારબાદ તો અઠવાડિયામાં બે વાર રસોઈયા પાસે વિવિધ વાનગીઓ બનાવડાવી કૃતિકા સાસરે આપી આવતી. તેનાથી બે ફાયદા થતા, એક તો સાસરી પક્ષના ને લાગતું કે વહુ અમારું ધ્યાન રાખે છે અને બીજું કે એની અણ આવડત તેમના ધ્યાનમાં ના આવે કારણ કૃતિકાને રસોઈ કરતા આવડતું જ ન હતું. જ્યારે એ અમેરિકા જવા નીકળી ત્યારે એના સાસુએ કહ્યું, " જરૂર હોય તો કહેવડાવજે. કોઈ વાતે મુંઝાઈશ નહીં. " ત્યારે કૃતિકા એ બહુ ગમ્યું ન હતું છતાં મોં પર હાસ્ય લાવી મન વગર સાસુને પગે લાગતા બોલેલી," જી મમ્મીજી." પરંતુ મનમાં ભાવ હતો કે હાશ...હું છૂટી. અમરના વારંવાર ફોન આવતા અને આગ્રહ કરતો કે, " મમ્મી ,તમે કહેલું એમ હવે વહુના હાથની ગરમાગરમ રોટલી ખાવા આવો. " પરંતુ એના મમ્મી કહેતાં, " બેટા, વહુને હવે સારા દિવસો હશે ત્યારે ત્યાં આવીશું. તારા બાળકને રમાડાશે, બાકી તો તમે બંને નોકરી કરો તો અમે બંને આખો દિવસ શું કરીએ ?" સમય પસાર થતો જતો હતો. કૃતિકા તો કોઈક જ વાર સાસુ જોડે વાત કરતી અને તે પણ એક જ વાક્ય, " મમ્મીજી તમે અને પપ્પા મજામાં છો ને ? "ત્યારે અમરના મમ્મીને થતું થતું કે વહુ ઔપચારિક રીતે જ બોલે છે. એના બોલવામાં ઉમળકો નથી. એમની ઇચ્છા મુજબ વહુને સારા દિવસ છે એ સમાચાર મળયા. હવે એમની અમેરિકા જવાની ઈચ્છા પ્રબળ બની પરંતુ કૃતિકાએ કહ્યું, " મમ્મીજી, આમ તો પહેલી સુવાવડ પિયરમાં હોય તેથી મારી મમ્મી અહીં આવશે. પછી તમે આવજો, "અમરને ત્યાં પુત્રજન્મના સમાચાર મળતા જ એ હર્ષઘેલા થઈ ગયા હતા. જ્યારે પેંડા વેચવાની વાત આવી ત્યારે કૃતિકાના ઘરનાએ કહ્યું, " અમે ભારત આવીએ પછી અમે ઓછી ખાંડના ઉત્તમ કવોલીટીના પેંડા બનાવડાશું, " અમરના મમ્મીને થતું એ કહી દે કે પૈસાના જોરે આટલો દંભ કરવાની જરૂર નથી. પરંતુ ખાનદાન માણસ ચૂપ રહેવાનું વધુ પસંદ કરે. આખરે એ અમેરિકા પહોંચ્યા ત્યારે તેમને લાગ્યું કે પુત્રવધૂના મોં પર આનંદ નથી કે નથી હૈયાનો ઉમળકો. પરંતુ ' મારા દીકરા નું ઘર' છે એમ માની રહેવાનું નક્કી કર્યું. પરંતુ ત્યારબાદ તેમને લાગતું કે વાતવાતમાં કૃતિકા એમનું અપમાન કરે છે. એને પિયરના પૈસાનું ઘમંડ છે. જો કે અમરની હાજરીમાં કશું બોલતી ન હતી. પરંતુ બહેનપણીઓ જોડે ફોન પર વાત કરે ત્યારે પણ એ સમજી જતા કે અમને મેણાં મારે છે. એટલે સુધી કે પછાત દેશના લોકો પછાત જ હોય,જુઠ્ઠા હોય, સંસ્કાર ના હોય. આવા માણસો જોડે આપણને ના ફાવે. ઘરમાં પાર્ટી હોય તાે પણ ભારતીય વ્યક્તિઓ સાથે ઓળખાણ ના કરાવે. જો કે અમર એમની પાસે આવી વાત કરી જતો. પરંતુ આખો વખત તો વહુ જોડે રહેવાનું હાેય અને ડગલે ને પગલે થતું અપમાન પાછલી ઉંમરમાં કોણ સહન કરે. કહેવાનું મન તો ઘણીવાર થતું કે અમરને કહે, " તમને પસંદ ન હતું તો અમને શા માટે બોલાવ્યા. અમે ભારતમાં સુખી જ હતાં. પરંતુ દીકરાને તો આખી જિંદગી વહુ સાથે કાઢવાની છે તો પોતે શા માટે ફરિયાદ કરે ? " આખરે ભારતની ધરતી પર પગ મૂકતાંની સાથે જ એમને સંતોષનો શ્વાસ લીધો. અને મનોમન નક્કી કર્યું કે ક્યારેય દીકરાને ઘેર પગ મૂકવો નહીં. પુત્રવધૂ જેને સંસ્કાર વગરના કહેતા હતા એ ભારતીય સંસ્કૃતિ તો કેટલી ઉચ્ચ છે કે જે ધરતી પર ભગવાનને પણ જન્મ લેવાની ઈચ્છા થાય. અહીંનું આતિથ્ય માણવાનું મન તો ઈશ્વરને પણ થાય. અતિથિ શું છે તે પરદેશમાં છકી ગયેલા લોકો શું સમજે ? અહીં તો મા-બાપને ભગવાનની જેમ પૂજવામાં આવે છે. જ્યોતિબેન વિચારતા કે તેમના પુત્ર માટે સંસ્કારી ઘરની છોકરીઓના માંગા આવતા પરંતુ દીકરાના સાસરીયાએ બતાવેલી ચમકદમકમાં એ ડૂબી ગયા. ખરેખર દોસ્તી અને દુશ્મન સરખેસરખામાં જ થાય. એમને લક્ષ્મીને મહત્વ આપ્યું પરંતુ સરસ્વતીને મહત્વ આપ્યું હોત તો સરસ્વતી ને પગલે લક્ષ્મી આવત.

અમેરિકા જતા પહેલા એમણે કેટલા ઉત્સાહથી સોનાનો સેટ વહુ માટે બનાવડાવ્યો હતો ! જ્યોતિબેન ઘણીવાર કહેતા, " તું સેટ પહેરી જો કેવો લાગે છે એ તાે હું જોઊં ? પણ કૃતિકાએ ક્યારેય એ સેટ પહેર્યો નહીં. અરે એક વખત તો એ એની બહેનપણી ને કહી રહી હતી કે સોનું આપીને વહાલ પ્રદર્શિત કરતા લોકો મને ગમતાં નથી. મારે પિયરથી તો હંમેશા હીરાનો સેટ પ્લેટીનમમાં તૈયાર કરીને મોકલે. અમેરિકામાં જયારે એ દરિયા કિનારે ગયા ત્યારે પાણી પીવા માટે બોટલ લઈ ગયા હતા. જ્યારે ભારતમાં તો નદી એટલી પવિત્ર ગણાય કે એનું પાણી પણ પીવાય. પરંતુ પુષ્કળ પાણી હોવા છતાં એ પાણી પીવાય નહીં કારણ દરિયાનું પાણી ખારું હોય.જો તરસી વ્યક્તિએ પીએ તો મૃત્યુ પામે. જ્યારે નદી તો પર્વતમાંથી નીકળી કેટલાય શહેરોને તેના મીઠા પાણીનો લાભ આપતી હોય છે. પરંતુ તેની પુત્રવધુ તો પર્વતમાંથી નીકળી સીધી સમુદ્રમાં વિલિન થઈ જાય છે. કે જે કોઈના કામમાં ના આવે. દરિયાના નીર કોઈપણ વસ્તુ સંગ્રહી નથી શકતો. માત્ર વજનદાર વસ્તુ દરિયામાં નાંખો તો એ સમાઈ જાય. પ્લેટીનમમાં બનાવેલો હીરાનો સેટ સંગ્રહી શકાય. સોનાનો સેટ નહીં. દરેક સ્ત્રીને નદીની જેમ વહેતા વહેતા સમુદ્રને મળવું જોઈએ. બધાને ઉપયોગી થવું જોઈએ પણ કેટલીક સ્ત્રીઓ તો સીધી મીઠાશ આપવાને બદલે ખારાશમાં ભળી જાય છે. અફાટ સમુદ્ર બનવા કરતાં તો લોકોપયાેગી નદીના નીર બનવું જોઈએ. ભલે એનો અંત સમુદ્રને મળવાનો હોય ! 


Rate this content
Log in

More gujarati poem from nayana Shah