સાચવવી પડી,
સાચવવી પડી,
એક પીડા આજ સાચવવી પડી,
વાત દિલની એમ સાંભળવી પડી.
યાદ આવ્યું એ બધુંયે છોડવા,
એમની શેરીને ચાતરવી પડી.
એ કસોટી આખરી મારી હતી,
દર્દની એ રાત કાતરવી પડી.
મોતના બગડે જતી વેળા ફરી,
જિંદગીને સેજ તારવવી પડી.
પુણ્ય મારા સાફ સુથરા રાખવા,
જિંદગીની ધૂળ ઝાટકવી પડી.