STORYMIRROR

Purvi sunil Patel

Inspirational

4  

Purvi sunil Patel

Inspirational

સાચું સગપણ

સાચું સગપણ

1 min
461

મારાં મનને સતાવે સૌથી મોટી મૂંઝવણ,

કોની-કોની સાથે છે મારે સાચું સગપણ.

જન્મ દઈ મુજને લાડ લડાવી મોટા કર્યા,

એ માવતર સંગ છે લોહીનું સાચું સગપણ.

ભાઈ-બહેનનાં સ્નેહતાંતણે મોટાં થયાં"તાં,

આ સ્નેહભાવનું મારે મન સાચું સગપણ.

માનવ થઈને દુનિયામાં માનવતા મહેકાવું,

હા, લાગણીઓનું મારે મન સાચું સગપણ.

દેહ મળ્યો માટીનો ને અંતે માટીમાં ભળવું,

હા, મારે "મા" ધરતી સાથે સાચું સગપણ.

જળ વિના આ દેહનું અસ્તિત્વ રહે દુષ્કર,

હા, મારે મન વરૂણદેવ સાથે સાચું સગપણ.

વસ્યો સૂક્ષ્મ રૂપે દેહમાં ચાલકબળ બની,

હા, મારે મન અગ્નિદેવ સાથે સાચું સગપણ.

શ્વાસો-શ્વાસની ચાલી રહી નોખી ઘટમાળ,

હા, મારે મન વાયુદેવ સાથે સાચું સગપણ.

આશરો દેવા ઉભું ગગન આખું ટેકા વિના,

હા, મારે મન નિરાકાર સાથે સાચું સગપણ.


પંચતત્વનો દેહ દઈ કર્યો છે ઘણો ઉપકાર,

હા, મારે પ્રભુ સંગ છે ભવોભવનું સગપણ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational