STORYMIRROR

Mulraj Kapoor

Inspirational Others

3  

Mulraj Kapoor

Inspirational Others

સાચા મિત્ર

સાચા મિત્ર

1 min
119

મિત્ર મળજો જગમાં સૌને એવા,

જેના ખભા ઉપર માથું ટેકવા,  

કાંઈ પણ ન પડે જોવા કરવા,  

છે તૈયાર બધી વાત સાંભળવા. 


સ્વજનથી એ વિશેષ લાગશે, 

ભરોસો એનો દિલમાં બેસશે, 

એનાથી જે પણ વાત થશે, 

જીવને રાહત જરૂર મળશે.  


નીચે પડેલાને તે ઊભો કરશે, 

પોતાના હાથનો ટેકો આપશે,

વખત પડે એ ઢાલ બનશે, 

પણ આંચ ન આવવા દેશે.


પણ આવા મિત્રો મળે ક્યાં ?  

હવાનાં વહેણ હવે બદલાયાં, 

સામે જ તો રહ્યાં હતાં કિનારા, 

પણ સૌ હતાં વિડીઓ ઉતારતા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational