STORYMIRROR

વિક્રમ સોલંકી 'જનાબ'

Abstract Drama

2  

વિક્રમ સોલંકી 'જનાબ'

Abstract Drama

રવિવારે તો બસ ફરવાનું

રવિવારે તો બસ ફરવાનું

1 min
840



રવિવારે તો ભાઈ બસ ફરવાનું,

કામ-કાજ ભાઈ કંઈ નહીં કરવાનું,

રવિવારે તો...

મેદાને જઈ લીલોતરીને હું ખૂબ જોતો,

વીંટળાયેલી લતાને જોઈ ભાન હું ખોતો..

‌ ‌ મિત્રો સાથે તળાવમાં ખૂબ બધું તરવાનું..

‌‌ રવિવારે તો ભાઈ બસ ફરવાનું..


મુકી દીધી બધી જ જે ગેમ્સ હતી ઓનલાઈન,

ધીંગામસ્તી કરી - કરીને તબીયત થઈ ગઈ ફાઈન..

દોસ્ત બની દાદાનો હવે મમ્મીથી નહીં ડરવાનું,

રવિવારે તો ભાઈ બસ ફરવાનું..


થાક્યા ખૂબ ભણી ગણીને દફતર મૂકો આઘે,

કરવી થોડી ટીખળ ખોરી જેવી અમોને છાજે..

રંગો બધા ભેગા કરી ચિત્ર અનોખું ચિતરવાનું,

રવિવારે તો ભાઈ બસ ફરવાનું..


નકલ કરીને હોલા-પારેવાં તણી ગીત અનોખા ગાતો,

ભેગા કરી સૌ ભાઈબંધોને કરતો અલક મલકની વાતો..

દા'ળો આખો ખૂબ ફરીને સાંજે ઘરે ઠરવાનું,

રવિવારે તો ભાઈ બસ ફરવાનું.


Rate this content
Log in

More gujarati poem from વિક્રમ સોલંકી 'જનાબ'

Similar gujarati poem from Abstract