Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

sonu sonanu

Inspirational

4  

sonu sonanu

Inspirational

રવિવાર એ અહેસાસ

રવિવાર એ અહેસાસ

1 min
271


રવિવાર એ અહેસાસ જ્યાં શ્વાસને અઢળક શાંતિ મળે,

આખું અઠવાડિયું દોડધામ કર્યાનો આખરે વિજય મળે,


વહેલા ઊઠીને હાયહોય તો રહે છે સોમથી શનિ નિરંતર,

રવિવારે બસ એક દિવસ મોડું ઊઠવાનો અવસર મળે,


ઓફિસનાં યુનિફોર્મ, બુટ-સૂટથી જકડાઈ જઈએ એવા,

કે રવિવારે નાઈટડ્રેસમાં ચપલ પહેરવાનો લ્હાવો મળે,


ઊંઘતા બાળકોને મૂકી જવાનું બાળકો ઊંઘ્યે ઘરે આવે,

રવિવાર એવા પિતા-બાળકોનાં સ્નેહભેટો લઈને મળે, 


આખા દિવસની ધાંધલધમાલથી આજે ઘર પણ મ્હાલે,

માણસ છે તું મશીન નથી રવિવાર એવો મંત્ર લઈને મળે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational