ઋતુ
ઋતુ
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
તું જ અને તું જ હર ઋતુમાં તું
આ લહેરાતી હર ઋતુમાં તું
આ ખીલેલાં પુષ્પમાં તું,
વર્ષાં ઋતુની મહેર પછી
આ લહેરાતા મબલખ પાકમાં તું,
ધરતીએ ઓઢેલી લીલી ઓઢણીમાં તું,
પ્રેમની મીઠી વસંત ઋતુની
ખીલેલી વસંતની બહારમાં તું,
નાડી ધબકાર અવળ સવળ કરતી
શરદ ઋતુ માં પણ તું,
આ ધરા તપાવતી ઋતુ ગ્રીષ્મમાં તું,
સમયની આગળ તું, સમયની પાછળ તું,
સમયની સાથે ચાલુ છું તો સંગ છ
ે તું,
હર ઋતુમાં મારાં શ્વાસમાં તું,
ઉચ્છવાસમાં પણ તું,
હૃદયનો હર એક ધબકાર પણ તું,
આઠે પહોર આઠેય ઋતુમાં તું,
મારાં સપનાંની ઊઘડતી સવાર પણ તું,
મારી કરતાલનો રણકાર પણ તું,
મારી આંખોમાં સપનું પણ તું,
પ્રતિષ્ઠિત આ મૂર્તિમાં તું, ભક્તિમાં તું
ભજનમાં તું, સાજ, પખવાજ, કરતાલમાં તું
તું..... તું..જ....આ પ્રેમની રંગીન ઋતુની દુનિયામાં તું,
મારાં અંગેઅંગમાં પ્રસરેલી પ્રેમ ઋતુ પણ તું જ.