બીજું શું કરું
બીજું શું કરું
1 min
144
જાતને મેં જોતરી છે, બોલ બીજું શું કરું ?
બંધ આંખે, તને જ ભજું છું હાલ
બીજું શું કરું ?
મોરપીંછની સુંવાળપ, આજ મારે તો માણવી,
આપે એ પળ, તો ધરી દઉં ગાલ
બીજું શું કરું ?
વનરા તે વનમાં, ઉઘાડા પગ લઈ,
ફરશો ના કાન્હા,
મોજડીને કાજ હું તો આપી દઉં,
ખાલ બીજું શું કરું ?
મીરાં થઈને હું નામ માત્ર તારું જપું છું,
જો મારા હાથમાં છે, કરતાલ
બીજું શું કરું ?
હોય ભલે તું રાધાનો કે પછી હોય તું મીરાંનો,
તું મારી ને હું તારી લઉં છું સંભાળ,
બીજું શું કરું ?
