STORYMIRROR

DIPIKA CHAVDA

Others

4  

DIPIKA CHAVDA

Others

ગુરુ કૃષ્ણ - કેશવ

ગુરુ કૃષ્ણ - કેશવ

1 min
216

મારા માતા-પિતા એ માર્ગ બતાવી કહ્યું તારા ગુરુ કૃષ્ણ કેશવ,

ત્યારથી જીવન પર્યંત મેં તો સ્વીકારી લીધા ગુરુ કૃષ્ણ કેશવ.


ડગલે ને પગલે હું તારું સ્મરણ કરુ મારા ગુરુ કૃષ્ણ કેશવ,

મારા મનમોહક મુરલીધર શ્યામ છબીલા ગુરુ કૃષ્ણ કેશવ.


મારા નોધારાના આધાર મનના માણીગર ગુરુ કૃષ્ણ કેશવ,

તમારા વગર નહીં થાય મારું જીવન સાકાર ગુરુ કૃષ્ણ કેશવ.


મારા જીવનનો તું જ વ્હાલા સંપૂર્ણ આધાર ગુરુ કૃષ્ણ કેશવ,

તાપસીનાં તપને તેજ પ્રકાશી ઉજ્જવલ કરો ગુરુ કૃષ્ણ કેશવ.


Rate this content
Log in