STORYMIRROR

DIPIKA CHAVDA

Others

4  

DIPIKA CHAVDA

Others

મા નો પ્રેમ

મા નો પ્રેમ

1 min
255

જો માંગી છે તો મળી છે મા,

પ્રાર્થનામાં ને મનમાં મા,

સતત મહેક્યા કરે છે મા,

શ્વાસના ખુલ્લા ગગનમાં મા,

સતત મા યાદ આવી એનું,

કારણ આ જ હશે કે શું ?

મને સંભળાઈ રહી છે ચોતરફ વહેતા પવનમાં મા.


એ લાડ પ્યાર જેવી કથાઓ રહી છે ક્યાં ?

રક્ષક બની રહેતી દુઆઓ રહી છે ક્યાં ?

સંતોષ આપનારી હવાઓ રહી છે ક્યાં ?

એ લાગણી ભરેલી અદાઓ રહી છે ક્યાં ?

માં તું હતી તો સઘળી કરામત મળી હતી,

તારા જ પગ તળે મને જન્નત મળી હતી.

આજે હૃદયને કોઈની આદત રહી નથી,

જીવવાની કોઈ મઝા કોઈ ચાહત રહી નથી,

કહેવાય સાચી આજ એ દોલત રહી નથી,

જો તું નથી તો મા કોઈ કિસ્મત રહી નથી, 

જીવનમાં તારાં કારણે લિજ્જત મળી હતી,

તારા જ પગ તળે મને જન્નત મળી હતી.

આંખોમાં તારી વ્હાલ છલકતો સતત હતો,

માથે ને પીઠે હાથ જો ફરતો સતત હતો,

સંગાથ તારો એટલે ગમતો સતત હતો,

ભગવાન તારા ચહેરે મલકતો સતત હતો,

તારા જ આશિષે બધી હિંમત મળી હતી,

તારા જ પગ તળે મને જન્નત મળી હતી.

હોંઠો ઉપર દુઆઓ સતત રાખતી હતી,

ઈચ્છાઓ મારી જાણે બધી જાણતી હતી,

મારાં લીધે તડપતી હતી, જાગતી હતી,

લઈ કાળજી બધી રીતે સંભાળતી હતી,

ઓળખ છે તારી જે મને ઈજ્જત મળી હતી,

તારાં જ પગ તળે મને જન્નત મળી હતી.


અમે ઈશ્વર જોયો, જોયા પછીથી મા,

નથી મળતી અહીં ખોયા પછીથી મા,

નજરમાં તરવરી બચપણ તણી મમતા,

મને પણ સાંભરી રોયાં પછીથી મા.”


બા તું તો મારાં મનમાં એક ડૂસકું બનીને રહી ગઈ.


Rate this content
Log in