STORYMIRROR

Kiran piyush shah "kajal"

Romance

4  

Kiran piyush shah "kajal"

Romance

રહ્યાં વરસાદમાં

રહ્યાં વરસાદમાં

1 min
335

સુખ બધાં સળગી રહ્યાં વરસાદમાં, 

દુઃખમાં પણ મલકી રહ્યાં વરસાદમાં, 


સાવ કોરી પાટી જેવું મન છતાં, 

આંખથી પલળી રહ્યાં વરસાદમાં, 


લાગ આવે ઘર જઈને જોઈ લો, 

સંગ સૌ વળગી રહ્યાં વરસાદમાં,


પાંદડાં વરસાદ ઝીલી સંઘરી, 

બસ પછી ધબકી રહ્યાં વરસાદમાં,


આંક મોટો ખૂબ મોટો થાય ત્યાં,

લોક પણ અટકી રહ્યાં વરસાદમાં,


થાય ધકધક દિલ છતાં આઘાતથી, 

શોધવા ભટકી રહ્યાં વરસાદમાં, 


ભાર મૂકી છાતી પર ચાલ્યા ગયા, 

ને પછી ઉચકી રહ્યાં વરસાદમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance