રહેમતની એક નજર દે
રહેમતની એક નજર દે
સમયને નીરખી શકું,
પારકા પોતાનાનો ભેદ પારખી શકું,
સત્ય અસત્યને માપી શકું,
સાચા ઝૂઠાની પરખ કરી શકું,
બસ હૈયે આસ્થા ધરી શકું,
એવી નજર દે,
ભલે ઠોકરો એક સામટી દે,
પણ ઠોકર ખાઈને પણ અડગ રહી શકું,
એવી હિંમત દે,
અટવાઈ ગઈ છું સમસ્યાઓની આંટીઘૂંટીમાં,
ભલે સમસ્યાઓ સેંકડો આપ મને,
પણ સમસ્યાઓને સુલઝાવી શકું,
એવી સમજણ દે મને,
ક્યારેક ભૂલી જાઉં ડગર પર ચાલતા ચાલતા,
કાંટાળી બને આ જીવનની કેડી,
ત્યારે તારી રહેમત ભરી એક નજર આપજે.