રાણી
રાણી
હર ઘર એક રજવાડું છે,
છવાયેલું તેમાં અજવાળું છે,
એ રૂડું અને રડીયામણું છે,
આંગણે બાંધેલું સમીયાણું છે.
દરેક ઘરમાં એક રાજા છે,
પણ કામ તેના બહુ જાજા છે,
તેમના સંતાનો એ જ પ્રજા છે,
આમ જુઓ જીવનમાં મજા છે.
રાજ છે, રાજા છે અને રાણી છે,
પણ તે રાણી નહીં મહારાણી છે,
તેના વિના અધૂરી કહાણી છે,
સંસાર ચલાવવા માં શાણી છે.
લોકશાહી નહીં રાજાશાહી છે,
જ્યાં રાજા કરતાં રાણી ડાહી છે,
મોટી જવાબદારી ઉપાડી છે,
તેથી જ સંસાર લીલી વાડી છે.
