STORYMIRROR

Meerabai Sant

Classics

0  

Meerabai Sant

Classics

રામ રાખે તેમ રહીએ

રામ રાખે તેમ રહીએ

1 min
623


રામ રાખે ત્યમ રહીએ ઓધવજી,

રામ રાખે ત્યમ રહીએ,

અમે ચીઠ્ઠીના ચાકર છઈએ ઓધવજી…

કોઈ દિન પહેરીએ હિરના ચીર,

તો કોઈ દિન સાદા ફરીએ,

કોઈ દિન ભોજન શીરો ને લાપશી,

કોઈ દિન ભૂખ્યા રહીએ… ઓધવ જી..

કોઈ દિન રહેવાને બાગ બગીચા

તો કોઈ દિન જંગલ રહીએ,

કોઈ દિન સુવાને ગાડી ને તકિયા,

કોઈ દિન ભોય પર સુએ… ઓધવજી..

બાઈ મીરાં કે પ્રભુ ગીરીધર નાગર,

તો સુખ દુઃખ સર્વે સહીએ... ઓધવજી…


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics