રાખું છું
રાખું છું


થોડું મારું થોડું બીજાનું ધ્યાન રાખું છું,
માટે સદા સૌની વચ્ચે મૌન ધારણ રાખું છું,
ઠેસ ના પહોંચે દીલને પરિચિતોનાં વર્તનથી,
માટે સદા લાગણીઓ સાવ કોરી રાખું છું,
અઘરી છે રતિભાર નિરાશાને પણ પચાવવી,
માટે સદા અપેક્ષાઓ સાવ થોડી રાખું છું,
થશે જરૂર પ્રાપ્તિ કોઈને કોઈ રૂપમાં ઈશ્વરની,
માટે સદા આ બે હાથ જોડેલા રાખું છું,
ચાલ્યાં જશે સૌ પોતપોતાનાં રસ્તે 'બેખબર',
માટે સદા મારી એકલતાંનું ધ્યાન રાખું છું.