પ્રયત્ન કર
પ્રયત્ન કર
વાંક નસીબનો આમ કાઢયા ન કર,
જાતને તારી આમ છળ્યા ન કર.
ઊંડે જા મોતીનો ઢગાલો મળશે,
દરિયા સામે આમ જોયા ન કર.
રોશની જરૂર આવશે પથ અંજવાળવા,
ડરીને અંધારે આમ થૉભ્યા ન કર.
ઘણાં કામ લઇને બેઠો છે એ,
મંદિરે મંદિરે આમ કરગરયા ન કર.
પ્રયત્ન કર સમય તારો જ છે 'બેખબર',
પહેલાથી જ આમ હાર માન્યા ન કર.
