રહે
રહે


લાગણીઓના ઘોડાપુર આંખમાં થઈ ત્યારે વહે,
જ્યારે અપેક્ષાના દીવડા અંધારે હોલવાતા રહે,
રહે શ્વાસ ઘૂંટાતો જીગરમાં જયાં સુધી,
ત્યાં સુધી નિ:શ્વાસો સૌ નાંખતા રહે.
લોહીના સંબંધો પણ ભડકે ત્યારે બળે,
જ્યારે સ્વાર્થના કીટાણુંં તેમાં ભળતા રહે,
રહે અદેખાઈની આગ જીગરમાં જયાં સુધી,
ત્યાં સુધી પોતાનાઓથી સૌ પીડાતા રહે.
પ્રભુને કરેલી પ્રાર્થના પણ ત્યારે ફળે,
જ્યારે ધબકારા આસ્થાના એમાં ધબકતા રહે,
રહે કિરણ આશાનું જીગરમાં જયાં સુધી,
ત્યાં સુધી વરદાનો સૌ માંગતા રહે.
શબ્દોના અર્થ પણ સખણાંં ત્યારે રહે,
જ્યારે શ્રોતાઓ અર્થને પામતાં રહે,
રહે ઝીણી વેદના જીગરમાં જયાં સુધી 'બેખબર'
ત્યાં સુધી અંદરથી સૌ સળગતા રહે.