રાખડી
રાખડી
આવી રે આવી વીરાની રાખડી
હેતે રે બાંધુ વીરા તને રાખડી
મારી રાખડીના મોલ જાણજે અમોલ રે...
વીરા રે તને, ભઈલા રે તને...
હીરની દોરીથી મેં મઢી રાખડી
વીરની રક્ષા કાજે બાંધી રે રાખડી
મારી રાખડીના મોલ જાણજે અમોલ રે
વીરા રે તને, ભઈલા રે તને...
મારા વીરની રક્ષા કરજે તું રાખડી
હૈયાના હેતે બંધાયેલી રાખડી
મારી રાખડીના મોલ જાણજે અમોલ રે
વીરા રે તને, ભઈલા રે તને...
વીરને હાથે શોભતી રાખડી
બહેનના પ્રેમથી બંધાણી રાખડી
મારી રાખડીના મોલ જાણજે અમોલ રે
વીરા રે તને, ભઈલા રે તને...