STORYMIRROR

Mayur Vadher

Romance

3  

Mayur Vadher

Romance

રાખ

રાખ

1 min
145

અજંપાની અંતિમ રાતે 

ચિતાનાં લાકડા પર ગોઠવ્યો હોય

મને  મારા વ્હાલસોયા સ્વજનોએ;

ને તું સ્મરણ બની, મને દાહ આપે, 

ને ભળભળ ભડકે


મારા દેહની ભીતર પથરાયેલો 

તારા વિનાનો આગઝરતો ખાલીપો;  

ને રાતમાં હું રાખ-રાખ.


પરોઢ ફૂંટે, તું ઉઠે, પડખું ફરે ને તને કશુંક ખૂટે, 

ને જે ખૂટે એ હું.

તું તૂટે કોઈ કાચની માફક, 

ને મારા નામની પોક મુકે, 


તું પાલવ ફેલાવી દોટ મૂકે, 

ને હું ચેહમાંથી બેઠો થાઉં ને દોડું,

વળગી પડું તારા દેહને, 

રાખની ડમરી બનીને.


Rate this content
Log in

Similar gujarati poem from Romance