Mayur Vadher
Others
ભરબપોરે
અમારી બળબળતીં
ઉઘાડી કાયા પર બાઝેલાં
પરસેવાનાં ટીપા ભેળવીને
મસળેલા લોટનાં ટીપેલાં રોટલાં
સળગતાં ચૂલા પર
ક્યારેય શેકાતાં નથી
એ તો શેકાય છે
ભીતર ભડભડ બળતી
વેદનાની સગડી પરમૂકેલી
જીવતરની તાવડી પર
રાખ
ખાલીપો
વાડ
લાચાર કાયા
જીવતરની તાવડી