ખાલીપો
ખાલીપો
તારો કદી હું બની શકું નહી
એવું મધરાતે એક સ્વપ્ન આવ્યું,
ભીતર ઘૂઘવતાં દરિયામાંથી
ભેજ ભરીને વાદળ બારણે આવ્યું,
મારી રગેરગમાં તારું તોફાન આવ્યું
ને એક ઝાકળ ઓચિંતુ પાંપણે આવ્યું,
વાદળ ને ઝાકળ તો કાયમનાં સાજન
પણ ખાલીપો તારો કોણ લઈ આવ્યું ?

