STORYMIRROR

nidhi nihan

Inspirational Others

4  

nidhi nihan

Inspirational Others

રાધા કૃષ્ણ

રાધા કૃષ્ણ

1 min
245

કરી બંધ નૈનો તુજમાં મગ્ન થઈ ભળી જાવું છું,

તારા કાધે રાખી શીશ ભવસાગર તરી જાવું છું,


તારા મોરપીંછના રંગો સા મેઘધનુષી સ્વપ્ના રાચુ,

વિચારોમાં તારા સૌ કામ કાજ વિસરી જાવું છું,


શ્યામ વર્ણ વદનમાં મોહક સ્મિત તારું રેલાતું જોઈ,

વિરહની વેદના પાતાળે ભંડારી ઉગરી જાવું છું,


ઓ, મારા કાન્હા કેમ નથી લખ્યો સંગાથ આપણો ?

પ્રેમ પૂંજીમાં જાણી જાતને રંક ચોધાર રડી જાવું છું,


હૃદય મહેલમાં સાક્ષાત શાશ્વત તું જ બિરાજમાન છે,

ના જાણે કેમ તારા ઈંતેજારમાં આતમે ઓગળી જાવું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational