STORYMIRROR

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

0  

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

પ્યાસ છે ભારી હૃદયમાં

પ્યાસ છે ભારી હૃદયમાં

1 min
313


પ્યાસ છે ભારી હૃદયમાં

પ્યાસ છે ભારી, હૃદયમાં પ્યાસ છે ભારી !


જાય પ્રતિપળ પ્રબળ બનતી પ્રાણને મારી;

શમે ના કેમે કરીને, હિંમતે હારી... પ્યાસ છે ભારી.


અગન ઊઠી અંગમાં, વધતી નિત અકારી;

રાતદિન વીતે ન કેમે; છે ઘણી ભારી... પ્યાસ છે ભારી.


નૈન ઝંખે, હૃદય રોવે ભક્તિથી ન્યારી;

રોમરોમ રટે તમોને જાય છે વારી... પ્યાસ છે ભારી.


રૂપરસથી ના મટે એ પ્યાસ અવિચારી;

જ્યાં સુધી ના કૃપાની વર્ષા કરો ન્યારી... પ્યાસ છે ભારી.


- શ્રી યોગેશ્વરજી


Rate this content
Log in

Similar gujarati poem from Classics