પૂનમ અને બીજ
પૂનમ અને બીજ
તું મંદિરે સર ઝુકાવી તો જા,
હું મસ્જિદે નમાજ પઢવા જઈશ.
તું પૂનમના ચાંદને જોઈ તો જા,
હું બીજનો ચાંદ જોવા આવીશ.
તું વ્રત એકાદ મારા માટે કરી તો જો,
હું એ રોજો તારા નામનો તોડવા જઈશ.
તું પૂનમના ચાંદને જોઈ તો જા,
હું બીજનો ચાંદ જોવા આવીશ.
તું કેડિયું પહેરી મારી ગલીમાં આવી તો જો,
હું બુરખામાં એ મારો દીદાર કરાવવા આવીશ.
તું પૂનમના ચાંદને જોઈ તો જા,
હું બીજનો ચાંદ જોવા આવીશ.
તું પૂજા કરવા ઈશ્વર સામે હાથ જોડી તો જો,
હું એ ખુદાની બંદગી કરવા હાથ ઉઠાવીશ.
તું પૂનમના ચાંદને જોઈ તો જા,
હું બીજનો ચાંદ જોવા આવીશ.

