પૂછો એને
પૂછો એને
અકરમીને મોજ કેમ મળે છે ? પૂછો એને,
સકરમીની જાત કેમ ગળે છે ? પૂછો એને,
આ જગતનો તારણહાર જો મળે તમને,
સૂકા સાથે લીલું કેમ બળે છે ? પૂછો એને,
જૂઠનો પર્દાફાશ જોવા મળતો નથી ક્યાંય,
ને સત્યની વાતો કેમ ટળે છે ? પૂછો એને,
અમેરીકામાં જન્મે તો મળે જાહોજલાલી,
અહિં ભૂખથી કેમ ટળવળે છે ? પૂછો એને,
ગયા ભવના કર્મ કહીને છૂટી જવું છે એને,
એની સાબિતિ કયાં મળે છે ? પૂછો એને,
'સ્તબ્ધ' વાતો કરે કાયમ બળવાખોર,
એ કશે કયાં ભળે છે ? પૂછો એને.