STORYMIRROR

Bharti Dave

Inspirational Thriller

3  

Bharti Dave

Inspirational Thriller

પુસ્તક છે મારું જીવન

પુસ્તક છે મારું જીવન

1 min
326

વાંચો તો પુસ્તક છે મારું જીવન,

લખો તો મુક્તક છે મારું જીવન,


હું નારી ! જીવન વીણા વાદિની,

સાંભળો તો સપ્તક છે મારું જીવન,


લાગણીથી આંગણામાં મ્હોરી ઊઠું,

જો વાવો તો કલ્પક છે મારું જીવન,


ચાંદનીશી શીતળ અને હું છું અંગાર,

સામા પડો તો ચકમક છે મારું જીવન,


પ્રેયસી, પત્ની, દીકરી, ધરું અનેક રૂપ,

માતા બાળકની, રક્ષક છે મારું જીવન.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational