STORYMIRROR

Hardik Brahmbhatt

Inspirational Others

4  

Hardik Brahmbhatt

Inspirational Others

શું કહું તને કે હું કોણ છું ?

શું કહું તને કે હું કોણ છું ?

1 min
27K


શું કહું તને કે હું કોણ છું ?

ક્યારેક રેતીના વંટોળમાં વહી જતી યાદોનું હું રણ છું,

તો ક્યારેક દરિયામાં સમી જતી નદી રૂપી સ્વપ્નનો હું પ્રણ છું.

ક્યારેક વિચારો થી ઘનઘોર ભરેલું એવું વન છું,

તો ક્યારેક ભૂતકાળ ના કાદવ સમા એવા પાપ નો પ્રદેશ મુખત્રિકોણ છું.


શું કહું તને કે હું કોણ છું?

હું ગીતા, હું કુરાન, હું બાઇબલનો એક ગણ છું,

સાંસારિક મોહ માયા ત્યજી દીધેલું એક મન છું.

ના લોભ, ના લાલચ, ના અભિમાન નો રંગ છું,

પર બ્રહ્મ જ્ઞાની હોવા છતાં લાગે જાણે હું અભણ છું.


શું કહું તને કે હું કોણ છું?

હું ગીત છું, સંગીત છું, તારા અધરો પરનું સ્મિત છું.

હું પ્રેમનો ચિત્કાર તારો, તારા જીવન નું વજૂદ છું.

હું નયન છું, હું નક્ષ તારું, તારા આંખની પાંપણ છું,

હું દિલ નો ધબકાર તારો, તારા શ્વાસ નો કણ કણ છું.


શું કહું તને કે હું કોણ છું?

થોડો માવડિયો, થોડો મજાકીયો, થોડો મિત્રો માટે અર્પણ છું.

સારા જોડે સારો અને ખરાબનો દર્પણ છું.

કલમ બન્યા છે શબ્દો મારા, હમણાંથી થોડો હું મૌન છું.

બીજા કરતા ખુદને ઓળખો ને, શું જાણી ને કરશો કે હું કોણ છું?



સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Hardik Brahmbhatt

Similar gujarati poem from Inspirational