પતંગ કાપીએ
પતંગ કાપીએ

1 min

444
"હું" પણું દૂર કરી,
અહંકારને માપીએ.
ચાલો એકબીજાની પતંગ કાપીએ.
નાના મોટા, ધોળાં કાળા,
લાલ પીળા ને પચરંગી,
આકાશે લહેરાતાં કેવા રૂડાં લાગે ?
નાત-જાતનાં ભેદ ભૂલીને,
દિલમાં સ્થાન આપીએ,
ચાલો એકબીજાની પતંગ કાપીએ.
સ્નેહ, કરૂણા, દયાભાવના,
પાક્કા કિન્ના બાંધીએ,
ગળે મળીને ગળા કાપીએ,
તો કેવા ભૂંડા લાગીએ ?
ખેંચા ખેંચી છોડી દઈને,
પ્રેમ દોરીની ઢીલ આપીએ,
ચાલો એકબીજાની પતંગ કાપીએ.