પથારી.
પથારી.


દિવસ આખાનો થાક ઉતારે છે પથારી.
શાંતિનો અહેસાસ એ કરાવે છે પથારી.
બીમારીમાં અદભુત સાથ નિભાવનારી,
નિંદ્રાના સંગે નવું જોમ એ ભરે છે પથારી.
દિવસ આખ્ખાનું સરવૈયું જાણે નીકળતું,
સૂતાં ઊઠતાં ઈશને સ્મરાવે છે પથારી.
મધ્યાહ્ને કે રાત્રિમાં સદાસંગિની બનનારી,
હૂંફને સલામતી દેનારી આખરે છે પથારી.
સહેલું છે એમાં પડવું હરકોઈને લાગતું,
બહાર નીકળતાં લાગતી ભારે છે પથારી.