પશ્વિમી સંસ્કૃતિના
પશ્વિમી સંસ્કૃતિના
વિદેશી અનુકરણમાં આપણી સંસ્કૃતિ ભૂલાઈ,
પશ્ચિમી સંસ્કૃતિના રંગે આપણી યુવાપેઢી રંગાઈ,
ઋષિં મુનિના સંતાનો બની સૌ પાશ્ચાત્ય દેશોના રવાડે ચડ્યા,
ભૂલી માં બાપ ને મોમ ડેડ કહેવા લાગ્યા,
દાદા તો ગ્રાન્ડ ફાધર બની ગયા,
પશ્ચિમી સંસ્કૃતિના રવાડે ચડ્યા,
ધોતી ઝભ્ભો ભૂલી, કોટ પેન્ટના રવાડે ચડ્યા,
લીંબુ પાણી ભૂલી, વાઇનનાં રવાડે ચડ્યા,
ભૂલી ભારતની મહાન સંસ્કૃતિ,
નાઇટ પાર્ટીનાં રવાડે ચડ્યા,
ભૂલ્યા શાસ્ત્રીય સંગીત ને શાસ્ત્રીય નૃત્ય,
ડિસ્કોનાં રવાડે ચડ્યા,
ભૂલી આપણો વારસો, ભૂલી આપણા રીત રિવાજો,
પાશ્ચાત્ય દેશોના રવાડે ચડ્યા,
વિરાસત આપણી ભૂલી, પશ્વિમી દેશોના આંધળા અનુકરણમાં ભાન ભૂલ્યા,
સાથે મળી ઉજવતાં કુટુંબી સૌ તહેવારો,
ભૂલી એ ભાવના, નાઇટ પાર્ટીના રવાડે ચડ્યા,
જીવનનો અસલી રંગ, સંસ્કૃતિનો અસલી રંગ ભૂલી,
પશ્ચિમી રંગે રંગાતા ગયા,
ભાન ભૂલી સૌ પશ્વિમી સંસ્કૃતિના રવાડે ચડ્યા.
