પ્રમાણિક
પ્રમાણિક


પ્રમાણિક છે શશી સૂરજ જે પ્રકાશ નિયમિત આપે.
પ્રમાણિકતા એની ગજબ જે પ્રકાશ નિયમિત આપે.
પ્રમાણિક છે નીર નદીનાં જે શીતળ વારિ સદાય આપે.
એના પરોપકાર છે સદીના જે શીતળ વારિ સદાય આપે.
પ્રમાણિક છે કેવાં તરુવર જે પત્ર, પુષ્પ ફળ હંમેશાં આપે.
કેટકેટલી રાખી છે સબર જે પત્ર, પુષ્પ, ફળ હંમેશાં આપે.
પ્રમાણિક છે કેવા વાયુઓ જે શીતળ, મંદને સુગંધ આપે.
જેના થકી પ્રાણ જળવાયું જે ઉષ્ણતા હરી ઠંડક આપે.