STORYMIRROR

Vanaliya Chetankumar

Children

3  

Vanaliya Chetankumar

Children

પરિવાર

પરિવાર

1 min
364

પરિવાર શું છે, પરિવાર શું છે,

માણો તો વાર છે, મોટો તહેવાર છે,


બંધારણ નથી પણ વ્યવસ્થા છે,

અર્પણ નથી પણ સમર્પણ છે,


કાયદો નથી પણ કળા છે,

ભય નથી પણ ભાવના છે,


આગ્રહ નથી પણ આદર છે,

શોષણ નથી પણ પોષણ છે,


સંપર્ક નથી પણ સબંધ છે,

સૂચના નથી પણ સમજ છે,


મોહ નથી પણ મહેનત છે,

ભાર નથી પણ ભાવ છે,


મુશ્કેલી નથી પણ માન છે,

સંકટ નથી પણ સાથ છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children