પરિવાર
પરિવાર
સંબંધો તણા જાળા હતાં,
પરિજનો ના માળા હતાં,
નાના એવા મેળા લગતા,
ઝીણા સાથે જાડા રહેતા,
જ્યાં પરિવારો ભેળાં હતાં,
વહેવારો તો બમણા હતા,
નાણાં સૌના સહિયારા હતાં
ભાઈઓમાં ભાઈચારા હતા,
કામ ધંધે સારા વાના હતાં,
સુખો તણા પરવાના હતાં,
દુઃખો સરખા વહેંચાતા હતાં,
પરિવારમાં સૌ સંપથી રહેતા.
