STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational

3  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

પરિવાર....

પરિવાર....

1 min
197


પરિવાર

 

શોણિત સંબંધ સ્નેહ સગાઈ

પરિવાર એ હૂંફ દુહાઈ

 

મીઠું મજીયારું સૌનું જ ગાણું 

પરિવાર એ લાખેણું નાણું

 

સંપ હિંડોળે ઝુલે ખમીરી

સમર્પણ એ વડીલ અમીરી

 

વાદ વિવાદ ચણભણને ટાળે

ઢોલ ધબૂકે ખુશીઓ ભાળે

 

શુભ ચિંતક થઈ સ્વપ્ન સજાવે

સવાઈ શાખે ધ્વજ લહેરાવે

 

આદર ભાવે છૂટે, અહમ ટકરાવા

પરિવાર હૂંફે જગે, પ્રતિભા ટકંરા

 

શૈશવ સ્વપ્નો સંસ્કાર દરિયાદિલી

પરિવાર એ અનુપમ કહાણી(૨)

 

રમેશ પટેલ(આકાશદીપ) 


এই বিষয়বস্তু রেট
প্রবেশ করুন

Similar gujarati poem from Inspirational