પરિભાષા
પરિભાષા
આશા કે નિરાશા ક્રમશ:
સુખ ને દુઃખની પરિભાષા,
ખોટેખોટા ખુલાસા,
અને એથીય ખોટા દિલાશા,
કામ હોય તો કરવાનું,
બાકી બેસીને ખાવાના બગાસા,
આળસ મરડીને સૂઈ જવાનું
ખંખેરી નાખી હતાશા,
ક્યારેક રાજા જેમ જીવન હોય,
તે વખતે ખાઈ લેવા પતાસા,
ક્યારેક સાવ લૂંટાઈ જઈએ,
તો ઉપરવાળો મોકલશે ભામાશા,
ખોટેખોટી ચિંતામાંથી છૂટી જઈ,
વાતો કરવી અમેરિકા અને નાસા,
સાવ ખોટી નિરાશાથી છૂટી જઈ,
જલસા કર, નાખી દે નિસાસા,
આશા કે નિરાશા ક્રમશ: ,
સુખ ને દુઃખની પરિભાષા,
ખોટેખોટા ખુલાસા,
અને એથીય ખોટા દિલાશા.
