'પ્રેમના પદારથની વાતું '
'પ્રેમના પદારથની વાતું '
વર્ષોથી વાટ જુએ અંધારી રાતું
ઉગમણે સુરાજમાં ખુલતી ને ખીલતી ચરણોમાં પથરાવા જાતું
ફૂલ નાનકડું તોયે રહે રાતું .....
દૂરના એ દેશથી તારાજ થડકારે
દલડામાં ઉઠ્યાં કાંઈ ધબકારા
ફુલોનાં બાગમાં ઊડતાં એ ભમરાએ
આવીને કર્યા કાંઈ પડકારા
પૂર્ણ બની પૂર્ણમાં સમાતું ...
ઉગમણે સુરાજમાં ખુલતી...
અંધારી રાતોમાં પાંપણની પછવાડે
આવી તું સપનામાં બેસે
તારીજ નાનકડી આંખોમાં જોયું કે<
/p>
બેઠાં'તા સાવ પાસ પાસે
પ્રેમના પદારથની વાતું .....
ઉગમણે સુરાજમાં ખુલતી.....
તારી છે લાગણી ને તારો ઓછાયો
સમજે તો ભવભવનો નાતો
શરમના શેરડાઓ અટવાતાં આંખ્યુંમાં
લજ્જાથી ગાલ રહે રાતો
તેજવંત તારલે છવાતું .....
ઉગમણે સુરજમાં ખુલતી.....
----- હર્ષિદા દીપક