STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Others

2  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Others

પ્રેમ એટલે અહેસાસ

પ્રેમ એટલે અહેસાસ

1 min
27

પ્રેમ એટલે, અહેસાસ,

પ્રેમ એટલે, સમર્પણ,

પ્રેમ એટલે, કુમળો તડકો, જે બરફ જેવા, સખત હૃદય ને, પણ પીગળાવી દે,

પ્રેમ એટલે, એવી યાદ, કે, જેને યાદ કરવાથી, બધો થાક ઉતરી જાય,

પ્રેમ એટલે, એવો અહેસાસ, જાણે!ભર ઉનાળે, કોઈ વાદળી, વરસી ને, હૃદય ને શીતળતા આપી જાય,


જિંદગી, ખાસ લાગે,

જ્યારે, દિલમાં કોઈના પ્રેમનો, અહેસાસ જાગે,

પ્રેમ એટલે, સામાન્ય પથ્થર ને, પ્રતિમા બનાવી દે,

પ્રેમ એટલે, એવો સપ્તરંગી રંગ જે,

મેઘ ધનુષ્યને, પણ, ફિક્કો પાડે.


પ્રેમ એટલે, ભાંગી પડેલા, શમણાઓ, પણ સજીવન કરી શકે,

જિંદગીમાંથી, પ્રેમની જો બાદબાકી થાય,

તો ફકત, શૂન્યાવકાશ રહે,

પ્રેમ એટલે, જેના સ્પર્શે, કથીર પણ, સોનું બની જાય,

પ્રેમ એટલે, આ અઢી અક્ષરના શબ્દમાં,

પૂરી દુનિયા સમાઈ જાય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational