હરિ આવોને
હરિ આવોને
નિહાળી લોચનિયાં ભીનાંભીનાં રે હરિ આવોને,
વહેતાં અશ્રુબિંદુઓ ઊનાંઊનાં રે હરિ આવોને.
પ્રતિક્ષા ભવોભવની પરમપિતા મારે છે તમારી,
આજે આંગણ ભાસે સૂનાંસૂનાં રે હરિ આવોને.
થાક્યો હરિવર ફેરો ફરીફરીને જીવ લખ ચોરાસી,
સંબંધોનાં સ્મરણો છે જૂનાંજૂનાં રે હરિ આવોને.
આવો જગત્પતિ જગતમાં સૌને દર્શન દેતા દેતા,
ના આવીને મળશો તમે છાનાંછાનાં રે હરિ આવોને.
અંતર ઝંખે કૃપાનિધિ કરુણા કરી હેત વરસાવોને,
અમે આખરે છીએ અમે નાનાંનાનાં રે હરિ આવોને.
