STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

તારા જેવો

તારા જેવો

1 min
617

કોને કહું હું હરિવર તારા જેવો,

ના મળતો માન્યવર તારા જેવો.


કરી શોધખોળ થાક્યો મથીમથી,

ના રહે ઉરમાં સબર તારા જેવો.


કૈંક પ્રપંચી આડંબરીથી અકળાયો,

ના કોઈ હાજરાહજૂર તારા જેવો.


અલંકારે અનન્વય છો પરમપિતા,

ના કોઈ અવનીથી દૂર તારા જેવો.


સહજસાધ્ય ઉરવાસી હરિવર તું,

ક્યાંય ન ભાવ ભરપૂર તારા જેવો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational